ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કેસ અને તેના કારણે મૃતકોમાં થઈ રહેલો વધારો આખી દુનિયાને ડરાવી રહ્યો છે કોરોનાનો ભોગ બનનારની શું દશા થાય છે તે દર્શાવતા અનેક વીડિયોઝ પણ વાઈરલ થઈ રહ્યા છે હાલતા ચાલતા લોકો પણ જેમ પાંદડું ખરે તેમ ટપોટપ પડવા લાગે છે તે જોઈને અનેક યૂઝર્સમાં દહેશતનો માહોલ પેદા થઈ રહ્યો છે
અત્યાર સુધી તો માત્ર ચીનના નામે વાઈરલ થઈ રહેલા આવા વીડિયો હવે અનેક દેશોના નામે વાઈરલ થઈ રહ્યા છે કોરોનાનો કેસ હવે શ્રીલંકામાં પહોંચ્યો છે તેવો દાવો કરાઈનેઆ વીડિયો જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે અનેક શ્રીલંકન યૂઝર્સે પણ લોકોને જાગૃત કરવા માટે આ વીડિયો શેર કરીને લખ્યું હતું કે, કોલંબોમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એક
યુવક કોરોના વાયરસનો ભોગ બન્યો છે આપણા પાડોશી દેશના આ વીડિયોએ સોશિયલ મીડિયામાં હલચલ મચાવી છે ત્યારે જાણી લો કોરોના વાયરસના નામે ડરાવતા આ વીડિયોનું સત્ય