અમેરિકામાં 2020 માટે વસતીગણતરીનો પ્રારંભ થઇ ગયો તેની શરૂઆત અલાસ્કાના ટોકસુક બે ગામથી અમેરિકી વસતીગણતરી બ્યુરાનો પ્રમુખ સ્ટિવન ડિલિંઘમે કરી તેમણે અમેરિકી વસતીગણતરી બ્યુરોના અધિકારીઓ સાથે બરફથી ઢંકાયેલા આ ગામમાં પહોંચી સ્થાનિક લોકોની મુલાકાત લીધી અને વસતીગણતરી અંગે જણાવ્યું ત્યાર બાદ ગણતરી શરૂ કરી જેમાં સૌથી પહેલી એન્ટ્રી 90 વર્ષના લિજી ચિમિયુગક નેંગુરયારની નોંધવામાં આવી ટોકસુક બે અંતરિયાળના પશ્ચિમ વિસ્તારમાં અને રાજ્યના મુખ્ય શહેર એનકોરેજથી 800 કિમી અંતરે છે 2017ના રિપોર્ટ મુજબ અહીંની વસતી આશરે 661 હતી ટોકસુક બેના નિવાસી સ્વદેશી મૂળના યુપિક સમુદાયના છે આ સમુદાયનું મૂળ અલાસ્કા અને અંતરિયાળ પૂર્વ રશિયા માનવામાં આવે છે જે અહીંની વિશેષ યુપિક કે યુગટન ભાષામાં વાતચીત કરે છે ગામના લોકોની ગણતરી પૂરી થયા બાદ અધિકારીઓએ સ્થાનિક લોકોની સાથે ઉજવણી પણ કરી હતી