દીકરાના લગ્ન તૂટી જતાં નવસારીથી દાગીના પરત આપવા આવેલા વેવાણનાં બે સગાને ગોંધી રાખ્યાં

2020-01-29 10,366

સુરતઃ અમરોલી છાપરાભાઠા રોડ પર રહેતા વેવાઈના ઘરે વેવાણના બે સગાએ મંગળવારે આવી સૂટકેસમાંથી ઘરેણાં કાઢીને વેવાઈની તરફ ફેંકયા હતા વેવાઈએ આવી રીતે ઘરેણાં ન ફેંકવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો હતો જેમાં વેવાઈએ વેવાણના બંનેે સગાઓને ઘરમાં ગોંધી દીધા હતા વેવાણના સંબંધીઓએ પોલીસ કંટ્રોલરૂમને કોલ કરતાં અમરોલી પોલીસ દોડી આવીને બંનેને મુક્ત કરાવ્યા હતા આ ઘટનાને લઈને અમરોલી પોલીસે સામ-સામી એનસી ફરિયાદ દાખલ કરી વેવાઈ અને વેવાણના સંબંધી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી વેવાઇ હિમ્મત પાંડવ તેમજ વેવાણના સંબંધી મહેશ રાવલ અને બિપીન પાંડવ સામે અમરોલી પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતા આ ઘટનાને લઈને બન્ને જૂથોના માણસો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા સોમવારે વેવાણને લઈને ભાગી ગયેલો વેવાઈ પોતાના ઘરે અમરોલી છાપરાભાઠા આવી ગયો હતો જ્યારે વેવાણને તેના પતિ અને સાસરીયાઓએ ન સ્વિકારતાં પિયરજનો કામરેજ લઈ ગયા હતા વેવાઈના દીકરાની વેવાણની દીકરી સાથે સગાઈ નક્કી કરી તે વખતે સોનાના ઘરેણાં સહિતના સામાનની આપ-લે કરી હતી જે આપવા માટે વેવાણના બે સંબંધીઓ વેવાઈના ઘરે આપવા આવ્યા હતા

Videos similaires