ફ્લાઇટમાં ટીવી એન્કર અર્નબ ગોસ્વામી સાથે અભદ્રતા કરવાના આરોપમાં સ્ટેન્ડઅપ કોમેડિયન કુનાલ કામરા પર ઈન્ડિગોએ છ મહિનાનો પ્રતિબંધ મૂક્યો છે જ્યારે એર ઈન્ડિયા એરલાઇને કામરા પર અનિશ્ચિત કાળનો બેન મુકી દીધો છેવાત જાણે એમ છે કે મુંબઈથી લખનઉ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં પત્રકાર અર્નબ ગોસ્વામી અને સતત વિવાદોમાં રહેતો કોમેડિયન કુણાલ કામરા એક સાથે સફર કરી રહ્યા હતા ત્યારે કુણાલ કામરા અર્નબને જોતા જ તેની પાસે જાય છે અને તેને સતત સવાલો કરે છે તેને કેટલાંક અપશબ્દો પણ કહે છે જ્યારે અર્નબ તેને તદ્દન અનદેખો કરે છે ઈગ્નોર કરે છે અને પોતાના લેપટોપમાં અને ફોનકોલ્સમાં બિઝી રહે છે, તેને કોઈ જવાબ આપતો નથી અંતે કંટાળીને કામરા તેની સીટ પર જતો રહે છે કૃણાલે ટ્વિટર પર આ વીડિયો શેર કરતા લખ્યુ હતુ કે આવુ મેં મારા હીરો માટે કર્યું છે રોહિત વેમુલા માટે કર્યું છે બીજા ટ્વિટમાં લખ્યું છે કે તારો માસ્ક ઉતરી ગયો અર્નબ, મેં એક દેશદ્રોહી દરજ્જાના વ્યક્તિ અર્નબ સાથે વાત કરવાની કોશિશ કરી તે મને રાષ્ટ્રીય હિતના મુદ્દા પર વધુ સારી રીતે શિક્ષિત કરી શકતા હતા પરંતુ તે મારી સાથે વાત કરવાને બદલે બેકાર ફિલ્મો જોવામાં વ્યસ્ત રહ્યો પ્રાઇવેટ ફ્લાઇટમાં અર્નબને કથિત રીતે ડિસ્ટર્બ કરવા પર કોમેડિયન કુણાલ કામરાનું આ વર્તન એરલાઇનને અણછાજતુ લાગ્યું એરલાઇનનું કહેવુ હતુ કે ફ્લાઇટમાં તેમનું આ વર્તન અસ્વીકાર્ય છે જે બીજા પ્રવાસીઓને પણ ખલેલ પહોંચાડે છે જેથી કામરા પર છ મહિનાનો બેન મૂકી દીધો ઈન્ડિગોના આ પગલાને જોતા એરઈન્ડિયાએ પણ એક નિર્ણય લીધો છે અને કામરા પર અનિશ્ચિત કાળનો પ્રતિબંધ લગાવી દીધો છે