બૉલિવૂડના દબંગ ખાન સલમાન ખાન આજકાલ ફેન્સથી નારાજ હોય તેવુ લાગે છે તાજેતરમાં જ ગોવા એરપોર્ટ પર સલમાન ખાનનો એક ફેન પર ગુસ્સો જોવા મળ્યો, સલમાનને જોતા જ એક ફેન આગળથી સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે સલમાને તેનો ફોન આંચકી લીધો હતો અને સેલ્ફી લીધા વગર ત્યાંથી અકડાઈને જતો રહ્યો હતો કંઇક એવુ જ થયું મુંબઈ એરપોર્ટ પર એક મહિલા સાથે એક મહિલા સલમાન સાથે ફોટો પડાવવા માગતી હતી પરંતુ સલમાને તેની તરફ નારાજગીભરી નજરે જોયું હતુ અને બાદમાં તેની બાળકીને જોતા પરાણે કોઈ રિએક્શન વગર એક ફોટો પડાવી ત્યાંથી જતો રહ્યો હતો સલમાનના બેહુદુ વર્તનના આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે