કોરોના વાઈરસના દર્દીઓ માટે સયાજી હોસ્પિટલમાં ખાસ આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો

2020-01-28 768

વડોદરાઃચીનમાં કોરોના વાઈરસને પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે ત્યારે ગુજરાત રાજ્યના વડોદરા શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે કોરોના વાઈરસ અંગે દર્દીઓ માટે ખાસ આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે



કોરોના વાઈરસને કારણે ચીનનું વુહાન સિટી લોકડાઉન કરી દેવાયું છે જેમાં અભ્યાસ અર્થે ગયેલા વડોદરાના સહિત 20થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનના વુહાન સિટીમાં ફસાયા છે હાલ કોરોના વાઈરસને કારણે તંત્ર એક્શનમાં આવ્યું છે ત્યારે ગુજરાત સરકારના આદેશ બાદ WHOની ગાઈડ લાઈન પ્રમાણે જિલ્લાના તમામ ડોક્ટરો, એરપોર્ટ ઓથોરિટી અને કોર્પોરેશન સહિતના ડોક્ટરોની સૌપ્રથમ એક કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં 2 કલાક કોરોના વાઈરસ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી એક રણનીતિ ઘડવામાં આવી હતી જેના ભાગરૂપે વડોદરાની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં કોરોના વાઈરસ માટેના દર્દીઓ માટે એક ખાસ આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે જેમાં બધી સુવિધાઓ જેવી કે,વેન્ટિલેટર, એક્સરે મશીન, સોનોગ્રાફી મશીનની સાથે સાથે તમામ દવાઓનો સ્ટોક રાખવામાં આવ્યો છે

Videos similaires