અઘોરા મોલના દબાણની માપણી મુલતવી રહી,પોલીસ કાઉન્સિલર વચ્ચે ઘર્ષણ સર્જાયું

2020-01-28 250

વડોદરાઃશહેરના સમા મંગલપાંડે રોડ ઉપર આકાર લઇ રહેલા વડોદરાના સૌથી મોટા અઘોરા શોપિંગ મોલના બિલ્ડરો દ્વારા વિશ્વામિત્રી નદીમાં કરવામાં આવેલ દબાણની માપણી આજે પણ મુલતવી રહી હતી કલેક્ટર કચેરી તરફથી લેટર મળવા છતાં માપણી સ્થળે કાઉન્સિલરને જવા ન દેતા પોલીસ અને કાઉન્સિલરના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું મામલતદાર પાસે ટાઇમ ન હોવાના કારણે મુલતવી રહેલી માપણી અંગે કાઉન્સિલર અમી રાવતે માપણીનું નાટક બંધ કરીને ડિમોલેશન કરવાની માંગણી કરી હતી

Videos similaires