દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે બિહારના જહાનાબાદથી શરજિલ ઈમામની ધરપકડ કરી છે જવાહરલાલ નેહરું યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થી શરજિલ ઈમામે દેશદ્રોહી નિવેદન આપતા તે ભારે વિવાદમાં હતો તેણે પોતાના ભાષણમાં આસામ સહિત પૂર્વોત્તર ભારતને દેશથી અલગ કરવાની વાત કરી હતી આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ શરજિલ વિરુદ્ધ દેશદ્રોહ અને ધર્મ આધારિત કટુતા ફેલાવવા સહિત અનેક ગંભીર આરોપમાં વિવિધ રાજ્યોમાં તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતામંગળવારે સવારે પોલીસે શરજિલના ભાઈ મુઝમ્મિલ અને તેના એક મિત્રને જહાનાબાદથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે કાકોમાં દરોડા પાડી શરજિલની ધરપકડ કરી હતી પોલીસ શરજિલને જહાનાબાદ કોર્ટમાં રજૂ કરશે