ગુજરાતના ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરી 2020ના રોજ ત્રીજી ગ્લોબલ પોટેટો સમિટને રિમોટ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિ રહ્યા છે પીએમ મોદીએ કહ્યું કે,21મી સદીમાં કોઈ પણ ભૂખ્યુ કે કુપોષિત ન રહે એ જવાબદારી પણ તમારા માથે છે એગ્રીકલ્ચર સેક્ટરમાં આધુનિક બાયોટેકનોલોજી, આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ, બ્લોક ચેઈન, ડ્રોન ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકાય એ અંગે પણ તમારા સૂચન અને સમાધાન મહત્વના રહેશે સરકાર કૃષિ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા પર ભાર આપી રહી છે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘જાન્યુઆરીની શરૂઆતમાં એક સાથે 6 કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં 12 હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરીને નવો રેકોર્ડ પણ બનાવ્યો છે’