રાજકોટ: રાજકોટના રાજવી પરિવારના આંગણે જ નહીં પરંતુ સમગ્ર રાજકોટવાસીઓ માટે રૂડો પ્રસંગ આવ્યો છે 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારોહનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે રાજકોટ નહીં ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય તેવો વિશ્વ વિક્રમ યોજાયો છે રાજતિલક સમારોહમાં ક્ષત્રિય સમાજની 2126 દીકરાઓએ પરંપરાગત પોષાકમાં કાલાવડ રોડ પર આવેલા ડ્રાઇવિન સિનેમાના ગ્રાઉન્ડમાં તલવાર રાસ લીધો હતો આ તમામ દીકરીઓએ 9 મિનિટ અને 49 સેકન્ડ સુધી સતત તલવાર રાસ લઇ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે