ઈરાનના મહશહર શહેરમાં સોમવારે અચાનક એક પેસેન્જર વિમાન માર્ગ પર ઊતરી આવ્યું તેનાથી ઘટનાસ્થળે આજુબાજુના લોકો ડરી ગયા હતા આ લોકોએ ત્યારે રાહતના શ્વાસ લીધા જ્યારે જાણ થઈ કે વિમાનમાં સવાર તમામ 135 પ્રવાસી સુરક્ષિત છે વિમાન તહેરાનથી મહશહર આવી રહ્યું હતું દુર્ઘટનામાં આ ડબલ એન્જિન વિમાનને નુકસાન થયું હતું અમુક પ્રવાસીઓને મુખ્ય દરવાજાથી અને અન્યોને ઈમરજન્સી ગેટથી બહાર લવાયા હતા આગ લાગવાની આશંકા વચ્ચે ફાયરબ્રિગેડ કર્મીઓએ વિમાન પર સ્પ્રેનો છંટકાવ કર્યો હતો માર્ગ પરથી ટ્રાફિકને પણ ડાઈવર્ટ કરાયો હતો અધિકારીઓએ જણાવ્યું કે વિમાન એરપોર્ટ પર જ ઉતરવાનું હતું પણ ભૂલથી રોડ પર ઉતરી ગયું ઘટનાનાં કારણોની તપાસ થઈ રહી છે વિમાન તહેરાનની કંપની કેસ્પિયન એરલાઇન્સનું હતું આ કંપનીનું વિમાન અગાઉ 2009માં કજવિન શહેરમાં ક્રેશ થયું હતું વિમાનમાં ત્યારે 168 લોકો સવાર હતા દુર્ઘટનામાં બધા લોકો મૃત્યુ પામ્યા હતા આ વિમાન દુર્ઘટના ઈરાનની સૌથી ભયવાહ વિમાન દુર્ઘટનાઓ પૈકી એક ગણાય છે