વોર્ડ નં-12ની કચેરીના રેવન્યુ વિભાગનો 50 હજારનો પગારદાર ક્લાર્ક 4 હજારની લાંચ લેતાં ઝડપાયો

2020-01-27 375

વડોદરા:વડોદરા મહાનગરપાલિકાની વહીવટી વોર્ડ નં-12ની કચેરીના રેવન્યુ વિભાગના જુનિયર ક્લાર્કને રૂપિયા 4 હજારની લાંચ લેતા વડોદરા એસીબીએ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે ક્લાર્કે ઓપન પ્લોટની વેરા પાવતી કાઢી આપવા માટે લાંચની માંગણી કરી હતીવડોદરા મહાનગર સેવા સદન દ્વારા હાલમાં વેરા વસૂલાતની ઝુંબેશ ચાલે છે, ત્યારે સામેથી વેરો ભરવા માંગતા મિલકત ધારકો પાસેથી પાલિકાના ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા વેરા પાવતી કાઢી આપવામાં પણ લાંચની માંગણી કરી રહ્યા છે કોર્પોરેશનની વહીવટી વોર્ડ નં-12ના રેવન્યુ વિભાગનો જુનિયર ક્લાર્ક ગોપાલ રાણા વેરો ભરવા માટે આવેલા મિલકત ધારક પાસેથી વેરા પાવતી કાઢી આપવાના કામ માટે લાંચની માંગણી કરી હતી