સુરતઃઝાંપા બજારમાં નશાખોર યુવકનો આતંક સીસીટીવીમાં કેદ થઈ ગયો હતોનશાની હાલતમાં ચાની દુકાનમાં આવેલા યુવકે દુકાનના કાઉન્ટર પર ધમાલ મચાવી હતી રૂપિયા મુકવાના બોક્સને હડસેલી દઈને તોડફોડ શરૂ કરી હતી જેથી દુકાનના ગલ્લા પર બેસેલા વ્યક્તિએ યુવકને માર માર્યો હતો નશાબાજ યુવકની લુખ્ખાગીરી અને તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયાં હતાં યુવકે મચાવેલા તોફાનના પગલે અમુક લોકો દુકાનમાંથી ઝડપથી બહાર નીકળી ગયાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું હતું