કચ્છના સફેદ રણમાં ટેસ્ટ સિટીમાં યોજાયો વર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલ

2020-01-27 1

ટેન્ટ સિટી-ધોરડો: વિશ્વ પ્રખ્યાત સફેદ રણ વચાળે સ્થપાયેલી ટેન્ટસિટીમાં વર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલનો શુક્રવારથી પ્રારંભ થયો હતો ત્યારે ગઈકાલે રાત્રે પ્રજાસત્તાક દિનની સંધ્યાએ આદિત્ય ગઢવીએ લોકસંગીતમાં ઝવેરચંદ મેઘાણીની રચના ચૌદ વરસની ચારણ કન્યા ગાયું, ત્યારે ધોળીયા એટલે વિદેશી પ્રવાસીઓ પણ ડોલી ઉઠ્યા હતા આ ઉપરાંત હેલ્લારોનું મીઠાના રણમાં વાગ્યો ઢોલ,હંસલા અને રંગભીની રાધા ગીતમાં પણ રીતસરના હાકોટા પડ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ઠંડીમાં પણ સંગીતપ્રેમીઓએ જકડાઈને કાર્યક્રમને માણ્યો હતો પ્રજાસત્તાક દિનની સંધ્યાએ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક આદિત્ય ગઢવીએ સૌને ડોલાવ્યા હતા