રિસેપ્શનમાં પરિવાર ફોટોસેશનમાં વ્યસ્ત રહ્યો, સગીર ચોર થેલો લઈ ફરાર

2020-01-27 3,562

અમદાવાદ:શહેરના સોલા વિસ્તારમાં આવેલા ઉમિયા પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શનમાં સગીર સોના અને રૂપિયા ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે સ્ટેજ પર જ્યારે પરિવાર ફોટો પડાવવામાં વ્યસ્ત હતો ત્યારે સ્ટેજ ઉપર જ ઊભો રહેલો સગીર પાછળથી થેલો લઈ અને ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સોલા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

Videos similaires