ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં સૌથી વધારે મિઠાઇ ખાવાની સ્પર્ધા જીતવાના ચક્કરમાં એક 60 વર્ષની મહિલાનું મૃત્યુ થયું હતું રિપોર્ટ પ્રમાણે હાર્વી બે સ્થિત બીચ હાઉસ હોટલમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધા જીતવા માટે એક પછી એક ઘણી કેક તે મહિલાએ મોંમાં ભરી દીધી હતી તેના લીધે તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ ત્યારબાદ આજુબાજુના લોકોએ બચાવવાના પ્રયત્નો કર્યા પરંતુ હોસ્પિટલ પહોંચાડ્યા બાદ પણ તે મહિલાને બચાવવામાં સફળતા મળી ન હતી