18 વર્ષની વયે NBAમાં રમનાર કોબી બ્રાયન્ટને આ વર્ષે હોલ ઓફ ફેમમાં સ્થાન મળવાનું હતું

2020-01-27 3,790

જોકે હોલ ઓફ ફેમમાં સ્થાન મળે તે પહેલા જ ‘NBA’ના દિગ્ગજ ખેલાડી અને તેમની દીકરીનું કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે બ્રાયન્ટ રવિવારે તેમના પ્રાઈવેટ હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા હતા તેમની સાથે તેમની 13 વર્ષની દીકરી ગિયાના અને સપોર્ટ સ્ટાફના અન્ય 7 લોકો પણ હતા પોલીસના જણાવ્યા પ્રમાણે કૈલાબસાસમાં બ્રાયન્ટનું હેલિકોપ્ટર સંતુલન ગુમાવીને નીચે પડ્યું હતું અને બ્લાસ્ટ સાથે ટૂટી પડ્યું હતું આમ, હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા દરેક લોકોના મોત થયા છે