લવેમાં મુસાફરોની સુવિધા અને ફરિયાદ માટે હવે માત્ર એક હેલ્પલાઈન નંબર 139 કામ કરશે તેના પર 8 સેવાઓ ઉપલબ્ધ હશે આ હેલ્પલાઈન નંબર ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ (IVRS)પર આધારિત છે મુસાફરો 139 નંબર પર કોલ અથવા SMS કરીને 8 સુવિધાનો લાભ ઉઠાવી શકશે તેમાં સુરક્ષા અને મેડિકલ ઈમરજન્સી, પૂછપરછ, કેટરિંગ, સામાન્ય ફરિયાદ, તકેદારી, ટ્રેન દુર્ઘટના સાથે જોડાયેલી માહિતી, ફરિયાદનું સ્ટેટસ અને કોલ સેન્ટરના અધિકારી સાથે વાત કરવી સામેલ છે આ હેલ્પલાઈન નંબર 12 ભાષામાં ઉપલબ્ધ છે અત્યારે રેલવેએ સુરક્ષિત યાત્રા માટે મુસાફરોની જાણકારી અને ફરિયાદો માટે 30થી વધુ હેલ્પાલાઈન નંબર જારી કર્યા છે તો જાણી લો ક્યા નંબર પર કઈ સુવિધા મળશે