સુરતઃ દુનિયાભરમાં પ્રેમના અવનવા કિસ્સા જોવા મળે છે, પરંતુ સુરતમાં એક અનોખી પ્રેમ કહાની જોવા મળી હતી આ પ્રેમકહાની કંઈક એવી હતી કે, સુરતમાં રહેતા વેવાઈ નવસારીની વેવાણને લઈને ભાગી ગયા છે આ કિસ્સાના કારણે વેવાઈ અને વેવાણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા સોશિયલ મીડિયામાં રમૂજોનો મારો પણ ચલાવાયો હતો દરમિયાન મોડી રાત્રે વેવાણ નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા જોકે, વેવાઈ ક્યાં તે અંગે હજુ કોઈ જાણકારી મળી નથી પોલીસ દ્વારા વેવાણના પતિને જાણ કરવામાં આવી હતી જોકે, તેણે અપનાવવાનો ઈન્કાર કરતા વેવાણના પિતાને બોલાવવાની ફરજ પડી હતી વેવાણને લેવા તેના પિતા પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે