રાજકોટ પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ, પોલીસે સ્થાનિકને ગાળો આપી ધમકાવ્યો

2020-01-26 16,101

રાજકોટઃરાજકોટ પોલીસ અધિકારી દાદાગીરી કરતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે જેમાં કાયદાનું રક્ષણ કરનાર જ કાયદાનું ભાન ભૂલ્યો હોય તેવું લાગી રહ્યું છે પોલીસ જવાન રોંગ સાઇડમાંથી વાહન કાઢવા ઇચ્છતો હતો ત્યારે નાગરિકે તેને કાયદાનું ભાન કરાવતા ઉશ્કેરાઈ ગયો હતો ગુસ્સે થયેલા પોલીસ જવાને ભાન ભૂલી પરિવાર સાથે જઈ રહેલા સ્થાનિકને મા-બહેનની ગાળો આપી હતી વીડિયોમાં જોઇ શકાય છે કે પોલીસ જવાન સ્થાનિકને ધમકી આપી રહ્યો છે મહત્વનું છે કે, કેકેવી રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા છે ત્યારે તેને ઉકેલવાનો પ્રયત્ન કરવાની જગ્યાએ પોલીસ લોકોને ધમકી આપી રહી છે

Videos similaires