ખાસ કરીને દિલ્હીમાં રાજપથ પર જશ્ન જોવા મળી રહ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અહીં ધ્વજવંદન કર્યું છે આ સમયે 21 તોપા દ્વારા સલામી આપવામાં આવી હાલ અહીં પરેડની શરૂઆત થઈ ચૂકી છે આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો ઉપસ્થિત છેપરેડમાં પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી કેમ્પોને તબાહ કરનાર કમાંડોની ટૂકડી પણ સામેલ છે સાથે જ પહેલી વખત સેનામાં પુરુષોની ટૂકડીની કમાન એક મહિલા સૈન્ય અધિકારી સંભાળી રહ્યા છે આ ઉપરાંત એન્ટી સેટેલાઈટ મિસાઈલ પણ પરેડમાં જોડાઈ છે વળી એરફોર્સની ઝાંખીમાં રફાલ વિમાન પણ તેની તાકાત બતાવશે