નસીરુદ્દીન શાહની દીકરી હિબા શાહ પર વેટરિનરી ક્લિનિકની બે મહિલા કર્મચારીઓ સાથે મારપીટ કરવા બદલ પોલીસ કેસ કરવામાં આવ્યો છે આ આખી ઘટના ક્લિનિકના સીસીટીવીમાં રેકોર્ડ થઈ છે અને સીસીટીવી ફૂટેજ વર્સોવા પોલીસને આપવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં 16 જાન્યુઆરીના રોજ હિબા તથા બે મહિલા કર્મચારી વચ્ચેની લડાઈ જોવા મળે છે ફેલીન ફાઉન્ડેશને કરેલી ફરિયાદ પ્રમાણે, હિબા પોતાની ફ્રેન્ડની બિલાડીઓને સ્ટરિલાઈઝ કરવા માટે ક્લિનિક આવી હતી