રાજસ્થાન વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિવસે પ્રાંગણમાં અનોખો નજારો જોવા મળ્યો હતો બિકાનેરની નોખા વિધાનસભાના ભાજપ ધારાસભ્ય માથે જીવતાં તીડનોટોપલો ઉપાડીને આવ્યા હતા ધારાસભ્યબિહારીલાલ બિશ્નોઈ રાજ્ય સરકાર તીડ દ્વારા થયેલા કરોડો રૂપિયાના નુકસાનનું વળતર ખેડૂતો આપવાના બદલે હજુ પણ રિપોર્ટજ બનાવી રહી હોવાના આક્ષેપ સાથે તીડને પેક કરી વિધાનસભામાં પહોંચ્યા હતા કોંગ્રેસ સરકાર પર આક્ષેપ કરીને તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે રાજસ્થાનમાં ત્રાટકેલા તીડદ્વારા થયેલા નુકસાન અને વળતર પર વિધાનસભામાં ચર્ચા કરવી જોઈએ તેમજ જો જરૂર પડે તો આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે પણ શક્ય તેટલી મદદ માગવી જોઈએ તમનેજણાવી દઈએ કે તીડના આતંકના કારણે છેલ્લા નવ મહિનામાં 12 જિલ્લાઓમાં 7 લાખ હેક્ટર પાક સફાચટ થઈ ગયો છે જેના કારણે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારોઆવ્યો છે