સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. હરેશ ઝાલા ભૂગર્ભમાં

2020-01-24 1

રાજકોટ: એ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરમજનક શિક્ષણના એક પછી એક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે Phd કરવા માટે ગીધડ ગાઇડની જાતીય સતામણીનો ભોગ વિદ્યાર્થિનીઓ બની રહી છે ગઇકાલે ગુરૂવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડોહરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી આ ઓડિયોક્લિપમાં એક યુવતીને Phd કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માંગ કરવામાં આવી હતી માત્ર એટલું જ નહીં, પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે પ્રોફેસર ઝાલા દારૂ પીવાની ટેવ ધરાવતો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર ઝાલા હાજર ન રહેતા ભૂગર્ભમાં ઉતરી ગયો છે તેમજ યુનિવર્સિટીએ ઝાલાની ચેમ્બર સીલ કરી દીધી છે