ચીનના 5 શહેરોના બે કરોડ લોકોને લોકડાઉન કરાયા

2020-01-24 1

ચીનમાં કોરોના વાયરસની અસર સતત વધી રહી છે સમગ્ર દેશમાં આ વાયરસના 830 કેસ સામે આવ્યા છે આ સિવાય 20 રાજ્યોમાં 1072 લોકોને આ વાયરસનું ઈન્ફેક્શન હોવાની શક્યતા છે ગુરુવાર સુધીમાં આ વાયરસના કારણે 25 લોકોના મોત થયા છે ચીનના જે 5 શહેરોમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે તે શહેરોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે વુહાનના 90 લાખ લોકો સહિત કુલ 2 કરોડ લોકોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કટ કરી દેવામાં આવ્યો છે આ 5 શહેરોમાં આવતી બસો, ટ્રેનો અને ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે આ પહેલાં કોરોના વાયરસથી પ્રભાવિત લોકો ચીન બહાર ગયા હોવાથી આ બીમારીની અસર દુનિયાના 9 દેશો સુધી પહોંચી છે

Videos similaires