અમદાવાદ, ડ્રોન આગમાં ફસાયેલા લોકોને શોધી કાઢશે, ‘રોબોટિક શેષનાગ’ સાંકડી ગલીઓમાં જઇ આગ બુઝાવશે

2020-01-23 1,300

અમદાવાદ:જો હવે આગમાં બહુમાળી બિલ્ડિંગમાં કોઈ વ્યક્તિ ફસાયું હશે કે આગ લાગી હશે તો તેને અમદાવાદ ફાયરબ્રિગેડ ડ્રોનની મદદથી તાત્કાલિક શોધી કાઢશે મેયર બિજલ પટેલે આજે નાની ગલીઓમાં લાગેલી આગને બુઝાવવા જ્યાં ફાયર ટેન્કર ન પહોંચી શકે ત્યાં રિમોટ કન્ટ્રોલથી ઓપરેટ કરી શકાય તેવા 5000 લીટર પાણીની ક્ષમતા વાળા શેષનાગ હાઇપ્રેશર મિસ્ટ ફાયર ટેન્કર અને ડ્રોનનું લોકાર્પણ કર્યું છે અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા રૂ 3 કરોડના ખર્ચે રિમોટ કન્ટ્રોલ ઓપરેટેડ રોબોટિક શેષનાગ નામનું ફાયર ટેન્કર વસાવવામાં આવ્યું છે નાની ગલીઓમાં જ્યાં ફાયર ટેન્કર ન પહોંચી શકે ત્યાં હવે આ શેષનાગનો ઉપયોગ થશે

જમીનથી 8 મીટર ઉપર લાગેલી આગને બુઝાવી શકે છે
આ મિસ્ટ ફાયર ટેન્કર 5000 લીટર પાણીની ક્ષમતા, 500 મીટર હાઈ પ્રેશર હોઝ, LED લાઈટ અને જમીનથી 8 મીટર ઉપર લાગેલી આગને બુઝાવી શકે છે ધુમાડામાં ફસાયેલી વ્યક્તિ અને આગને પણ શોધી શકે છે