અમદાવાદ:શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો તોડતા અમદાવાદીઓ સામે કાર્યવાહી કરવામાં ઢીલાસ રાખતા ફરી એકવાર ટ્રાફિકની સમસ્યા વકરી છે જેને લઈ આજથી શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે શહેરના જૂદા-જૂદા વિસ્તારોમાં ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત કરતા, HSRP નંબર પ્લેટ, સીટ બેલ્ટ સહિતના નિયમો તોડતા વાહનચાલકો સામે આજે સવારથી જ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે પકવાન ચાર રસ્તા પાસે થલતેજ તરફથી સિન્ટેક્સની ટાંકી અને સીડી બાંધેલી સેવરોલેટ કારને રોકી હતી અને ટ્રાફિક પોલીસકર્મીએ કારચાલકને પહેલા જ સવાલ કર્યો હતો કે ‘અરે ભાઈ આ કઈ લોડિંગ રિક્ષા થોડી છે? ગાડી ઉપર સિન્ટેક્સની ટાંકી થોડી બંધાય? જો ટાંકી ચાલુ ગાડીએ નીચે પડે તો પાછળથી આવતા વાહન સાથે અથડાય અને અકસ્માત સર્જાય અને કોઈની જિન્દગી જોખમાય’ કહી ટ્રાફિક પોલીસકર્મીએ આ વાહનચાલકને રૂ500નો દંડ ફટકાર્યો હતો
મોબાઇલ પર વાત કરતા અને સીટબેલ્ટ વગરના વાહનચાલકોને દંડ ફટકાર્યો
આજથી શરૂ કરાયેલી ડ્રાઇવમાં પોલીસે ટ્રાફિકનો નિયમ તોડતા તમામ વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો પકવાન ચાર રસ્તા પાસે HSRP નંબર પ્લેટ વગર મર્સડિઝ કારમાં જતા એડવોકેટને પણ પોલીસે રોકીને 500નો દંડ ફટકાર્યો હતો મોબાઇલ પર વાત કરતા વાહનચાલકો તેમજ ભયજનક રીતે વાહન ચલાવતા વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં આ ડ્રાઇવ ચલાવવામાં આવી છે આજે આખો દિવસ ડ્રાઇવ ચલાવીને નિયમ તોડતા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવશે