કેતનભાઇ માની જશે, કોંગ્રેસે હરખાવાની જરૂર નથી, તેમના કેટલા MLA લાઇનમાં છેઃ મુખ્યમંત્રી

2020-01-23 898

દાહોદઃ દાહોદ ખાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેતન ઇનામદારના રાજીનામા મુદ્દે નિવેદન આપ્યું છે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જીતુભાઇ કેતનભાઇ સાથે વાત કરી રહ્યા છે મને વિશ્વાસ છે કે, કેતનભાઇ જવાબદાર વ્યક્તિ છે, તેઓ માની જશે તેમની જે લાગણી હશે, તે માટે જીતુભાઇ વાત કરી રહ્યા છે ઘીના ઠામમાં ઘી પડવાનું છે કોંગ્રેસે હરખાવાની જરૂર નથી કોંગ્રેસના કેટલા ધારાસભ્યો લાઇનમાં છે તે મારે કહેવાની જરૂર નથી