આ વીડિયો પશ્ચિમ બંગાળના બાંકુરાનો છે પાણીની એક વિશાળ ટાંકી મિનિટોમાં ધ્વસ્ત થઈ ગઈ જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે આ ટાંકી 700 લિટર પાણીની ક્ષમતા ધરાવતી હતી અને આજુબાજુના ગામમાં પાણી પુરૂ પાડતી હતી જેનું નિર્માણ માત્ર 3 વર્ષ પહેલા થયેલું પરંતુ ગામલોકોનું કહેવુ છે કે ટાંકીના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હતો જેને લઇને શરૂઆતથી જ તેમા તિરાડો પડવા લાગી હતી જર્જરીત બનેલી ટાંકી પાસે કોઈ જતુ પણ નહોતું જેથી ટાંકી પડવાથી કોઈ નુક્સાન થયું નહોતું ટાંકીના પડવા પાછળ સ્થાનિક તંત્ર ટાંકીની ડિઝાઈન અને ભ્રષ્ટાચારને જવાબદાર માને છે