ગિરિરાજનો ઓવૈસીને જવાબ- ઝીણાના રસ્તા પર ન ચાલો, ભારતને ધમકાવવાની જરૂર નથી

2020-01-23 1,211

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને તેમના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીને બુધવારે કહ્યું કે, તમે ભારતને ધમકાવવાનો પ્રયાસ ન કરો અને પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાનું અનુસરણ ન કરો ગિરિરાજે કહ્યું કે, ‘મુસ્લિમ શાસકોએ 800 વર્ષ સુધી ભારત પર રાજ કર્યું તે લૂંટારુઓ હતા ભારતને ધમકાવવાની જરૂર નથી દેશના લોકો હવે જાગી ગયા છે’ આ પહેલા મંગળવારે અસુદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અકબરુદદ્દીને મુગલકાળ અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે, ‘આપણે હેરાન થવાની અને તેમની વાતોમાં આવવાની કોઈ જરૂર નથી, જે અમને સવાલ કરી રહ્યા છે કે મુસલમાનો પાસે શું છે? હું તેમને જણાવવા માંગીશ કે 800 વર્ષ સુધી મુસલમાનોએ આ દેશ પર શાસન કર્યું જેથી કોઈની પાસે એ અધિકાર નથી કે તે મુસલમાનોને નાગરિકતા સાબિત કરવા માટે કહી શકે મુસલમાનોના સમયમાં જ લાલ કિલ્લો, ચાર મીનાર, જામા મસ્જિદ, કુતુબ મીનાર બનાવવામાં આવ્યા હતા’

Free Traffic Exchange

Videos similaires