સ્પેન હાલના સમયે કુદરતનો બેવડો માર સહન કરી રહ્યું છે એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વાવાઝોડાએ કેર વર્તાવ્યો છે માનવી બેઘર થઈ ગયા છે અને સમુદ્રના પાણીએ માનવ વસતીઓ પર કબજો જમાવ્યો છે ગ્લોરિયા વાવાઝોડાને લીધે 9 પ્રાંતમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે ગ્લોરિયા વાવાઝોડાએ પૂર્વ કિનારા વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો છે પૂરથી દેશની સૌથી લાંબી નદી એબ્રોનું પાણી કાંઠા વિસ્તારને વટાવી ખેતરોમાં ફરી વળ્યું છે આ કારણે ચોખાના પાકને ભારે નુકસાન થયું 24 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે પર્યટન માટે પસંદગીપાત્ર મેલોર્કા ટાપુએ પણ ભારે વિનાશ થયો છે અલગ અલગ ઘટનાઓમાં 5 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે પર્યટકોને આગામી 72 કલાક સ્પેન ન જવાની સલાહ અપાઈ છે જ્યારે સ્થાનિક હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે