પગથી બટેકાં છૂંદવાનો વીડિયો વાયરલ, મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સોલા સિવિલ કેન્ટીનને સીલ માર્યું

2020-01-22 7,044

અમદાવાદ:શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વીડિયોમાં જોઈ શકાય છે કે, એક શખ્સ તપેલામાં પગથી બટેકા છૂંદી રહ્યો છે સાથે જ તેને એક શખ્સ મદદ કરી રહ્યો છે આ વીડિયો સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ હોસ્પિટલમાં ભણી રહેલા વિદ્યાર્થીઓએ તંત્ર પર આ પ્રકારનું જમવાનું આપવાના આક્ષેપ કર્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકી આપી આ પ્રકારનું જમવાનું આપવામાં આવે છે તેવું જાણવા મળ્યું છે

Videos similaires