સુરતઃકુંભારીયા ચાર રસ્તા પાસે આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં ગત રોજ લાગેલી આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું જેને કાબૂમાં લેવા માટે 21 કલાક જેટલો સમય લાગ્યો હતો બિલ્ડિંગને સુશોભિત કરવા માટે એલ્યુમિનિયમથી એલિવેશન કરવામાં આવ્યું હતું જેમાં લાઈટિંગ પણ હતી આ એલિવેશનના કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી જેથી બિલ્ડિંગને આકર્ષક બનાવવા કરાયેલું એલિવેશન જ રઘુવીર માર્કેટને તબાહ કરી ગયું હોય તેવો ઘાટ થયો છે અત્રે ઉલ્લેનિય છે કે, રઘુવીર સિલિયમ માર્કેટમાં આગ લાગી હોવાથી તેની કામગીરી બદલ પાલિકા દ્વારા માર્કેટના સંચાલકો પાસેથી ચાર્જ વસૂલશે તેવું પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ સ્પષ્ટ કર્યું હતું સાથે સાથે પાલિકા દ્વારા બિલ્ડીંગની બીયુસી રદ્દ કરી છે, તેમજ આગ બૂઝાયા બાદ બિલ્ડીંગને સીલ કરવાની કામગીરી માટે સૂચના આપી દીધી છે