માઈક્રોસેફ્ટના સીઈઓ સત્ય નડેલાનું કહેવું છે કે, બહારના દેશની પ્રતિભાઓને સમર્થન ન આપનાર દેશ ગ્લોબલ ટેક ઈન્ડસ્ટ્રીઝના ગ્રોથને જોખમમાં મુકી રહ્યો છે સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં પહોંચેલા નડેલાએ મંગળવારે બ્લૂમબર્ગ મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં આ ચર્ચા કરી છે તેમણે કહ્યું કે, દરેક દેશ તેમના હિત વિશે ફરી વિચાર કરી રહ્યા છે આ સારી વાત છે પરંતુ આ વિશે વધારે ટૂંકી વિચારધારા ન રાખવી જોઈએ કોઈ દેશમાં બહારના લોકો ત્યારે જ જશે જ્યારે ત્યાનું વાતાવરણ અનુકૂળ હશે નડેલાએ આ ચર્ચા દરમિયાન કોઈ દેશનું નામ નહતુ લીધું, પરંતુ થોડા દિવસ પહેલાં તેમણે ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિશે અફસોસ વ્યક્ત કર્યો હતો