અમેરિકામાં વિવિધ રાજ્યોમાંથી આવેલા 22 હજારથી વધુ લોકોએ વર્જિનિયાના રિચમન્ડમાં ગન કન્ટ્રોલના નિયમ કડક કરવાની સામે રેલી કાઢી અહીં ટેક્સાસ, ઇન્ડિયાનાપોલિસ અને ફ્રેડરિક્સબર્ગ જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી લોકો અહીં પહોંચ્યા તેમાંથી 70 ટકા લોકો પાસે રાઈફલ અને શસ્ત્રો હતાં વર્જિનિયાના ગન કાયદાને આઝાદી આપનારો માની આ મહિને જ ડેમોક્રેટિક સભ્યોએ કડક પ્રતિબંધો લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેની વિરુદ્ધમાં આ રેલીનું આયોજન કરાયું હતું અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ તેના સમર્થનમાં ટિ્વટ કરી લખ્યું કે અમે એવું થવા દઇશું નહીં આ વર્ષે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી થવાની છે તેથી ટ્રમ્પ કોઇ જોખમ લેવા માગતા નથી તેમણે લોકોને રિપબ્લિકન પાર્ટીને વોટ આપવાની અપીલ પણ કરી છે