અમદાવાદઃ આ છે અમદાવાદના નરોડામાં રહેતો રૂપેશ મકવાણા 26 વર્ષીય આ એથ્લેટ નરોડાથી દરરોજ સેન્ટ ઝેવિયર્સ કોલેજ સુધી ચાલીને ટ્રેનિંગ લેવા જતો હતો ગરીબીના કારણે તેની પાસે ભાડાના પૈસા પણ ન હતા જેથી તેણે પ્રેક્ટિસ છોડીને પરિવારને મદદ કરવા માટે નોકરી શરૂ કરી પરંતુ આ નોકરી દરમિયાન કેટલાક લોકોની સંગતમાં આવી ગયો અને નશાની લતે ચઢી ગયો આમ તે પોતાની કારકીર્દી છોડીને નશામાં ડૂબવા લાગ્યો જ્યારે એક સમયે તેની સાથે એથ્લેટની પ્રેક્ટીસ કરતા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે પહોંચવા લાગ્યા અને તેને પોતાની ભૂલ સમજાઈ અને વ્યસન છોડવાનો નિર્ધાર કર્યો