ભચાઉના શિકારપુરમાં યુવાનને તીક્ષ્ણ હથિયારોથી રહેંસી નાંખ્યો, ગામના ચોકમાં લાશ ફેંકી હત્યારા ફરાર

2020-01-21 983

ગાંધીધામ:ભચાઉના શિકારપુર વિસ્તારમાં આજે મંગળવારે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં અઢાર વર્ષીય યુવાને તીક્ષ્ણ હથિયારથી રહેંસી નાંખવામાં આવ્યો હતો ત્યારબાદ હત્યારાઓએ તેના મૃતદેહને ગામના ચોકમાં રાખી દીધો હતો આ મામલે પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી છેકેટલાક શખ્સોએ શિકારપુરમાં ક્રિપાલસિંહ જાડેજા નામના 18 વર્ષીય યુવાનને ઘાતક હથિયારો સાથે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારબાદ તેના મૃતદેહને ગામના ચોકમાં ફેંકી દીધો હતો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે પંચનામું કરીને ખસેડ્યો હતો