આજકાલ સેલ્ફી લેવી એક ટ્રેન્ડ બની ગયો છે ખાસ કરીને યંગસ્ટર્સ જાહેર સ્થળોએ મોબાઇલ લઇને સેલ્ફી લેવા ઉભા રહી જતા હોય છે જેનું ઘણીવાર તેમને નુક્સાન પણ ભોગવવું પડે છે કંઇક એવુ જ થયું પંજાબના લુધિયાણાની બે મહિલાઓ સાથે આ બંને લેડી સજીધજીને રોડ પર એક કાર પાસે સેલ્ફી લઇ રહી છે તેને જોઇને એવુ લાગે કે કોઈ લગ્ન કે ફંક્શનમાં જવા તૈયાર થઈને સેલ્ફીઓ લઇ રહી છે એટલામાં જ એક બાઇક સવાર આવે છે અને તેનો મોબાઇલ છીનવી ફરાર થઈ જાય છે હજી તો બંને કાંઇ સમજે એ પહેલા બાઇકસવાર દૂર જતો રહે છે મહિલાઓ શોરબકોર પણ કરે છે અને લોકોને ભેગા કરે છે, પરંતુ અફસોસ આ સેલ્ફી લેવી તેમને ભારે પડી ગઈ હતી