219 વર્ષમાં પહેલીવાર સિદ્ધી વિનાયક મંદિરને દાનમાં 35 કિલો સોનું મળ્યું, કિંમત રૂ. 14 કરોડ

2020-01-21 1,021

મુંબઈ:દિલ્હીના એક શ્રદ્ધાળુએ મુંબઈના સિદ્ધી વિનાયક મંદિરને 35 કિલો સોનાનું દાન કર્યું છે તેની કિંમત 14 કરોડ રૂપિયા છે મંદિરને 219 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત આટલું મોટુ દાન મળ્યું છે મંદિર મેનેજમેન્ટના અધિકારીના જણાવ્યા પ્રમાણે સિદ્ધી વિનાયક મંદિર સિંદૂર લીપણ માટે 4 દિવસ (15-19 જાન્યુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા) બંધ રાખવામાં આવ્યું હતું સિદ્ધી વિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ આદેશ આંદેકરે જણાવ્યું કે, દાનમાં મળેલા સોનાનો ઉપયોગ મંદિરના દરવાજા, છત અને ગુંબજમાં કરવામાં આવશે બાંદેકરે દાન દાતાના નામનો ખુલાસો નથી કર્યો

Videos similaires