રાજકોટ: ગીરના જંગલમાંથી નીકળી 61 દિવસ ચોટીલા પંથકમાં મુકામ કર્યા બાદ બે પાઠડા સિંહે રાજકોટ નજીક ત્રંબા પાસે પડાવ નાખ્યો છે છેલ્લા 48 કલાકથી બંને સિંહ રાજકોટ અને ગોંડલની વચ્ચે કોટડાસાંગાણી અને ત્રંબા આસપાસ આંટાફેરા કરતા હોવાનું વનવિભાગે જણાવ્યું હતું કોલર આઇડી હોવાથી બંને સિંહના લોકેશન મેળવવામાં આવ્યા હતા સોમવારે રાત્રીના બંને સિંહ ત્રંબાથી ત્રણ કિલોમીટર દૂર વડાળી ગામની સીમમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે એક ભૂંડનું મારણ પણ કર્યું હતું જો કે વનવિભાગ સિંહને શોધી શક્યો નથી દિવ્યભાસ્કરની ટીમ પણ રાત્રે 8 વાગ્યાથી વનકર્મચારીઓ સાથે હતી અને જંગલ વિસ્તાર ખૂંદ્યો હતો સિંહના પગના નિશાન મળ્યા હતા, પરંતુ લોકેશન મળ્યું નહોતું રાજકોટથી 21 કિલોમીટર નજીક સિંહ આવ્યાની સૌ પ્રથમ ઘટના છે વન વિભાગના એસીએફ પીટી શિયાણીએ જણાવ્યું હતું કે, સિંહ વડાળીથી જસદણ રેન્જમાં પહોંચ્યા છે વન વિભાગની ત્રણ ટીમ સિંહના લોકેશન શોધવા કામે લાગી છે ખેડૂતોને રાત્રે ખેતરમાં ન જવા સૂચના છે