ભરૂચ: ભરૂચ જિલ્લાના જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં કાર ઉપર ક્રેન પડતા દોડધામ મચી ગઇ હતી કારની અંદર ટંકારી બંદર ગામનો કાર ચાલક સતિષભાઈ બુધેશ ગોહિલ ફસાઈ જતા રેસ્ક્યૂ ઓપરેશન કરીને બહાર કઢવામાં આવ્યો હતો જેમાં કાર ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો જેથી તેને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો દુર્ઘટનાને પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા