વડોદરામાં લગ્ન બાદ વિકલાંગ થયેલી પત્નીને તરછોડીને પતિએ બીજા લગ્નની પરવાનગી માંગી

2020-01-21 1

વડોદરાઃ વડોદરામાં વિકલાંગ પત્નીને તરછોડીને પતિએ પત્ની પાસે બીજા લગ્નની પરવાનગી માંગી હોવાનો મામલો સામે આવ્યો છે પરિણીતાના મામા ઉદેપુરથી વડોદરા દોડી આવ્યા હતા જોકે સાસરીયાઓએ મળવા નહીં દેતા સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અંબાલાલ પાર્ક સોસાયટીમાં રહેલી પરિણીતા શિલ્પા જયેશભાઇ ચંડાલીયાએ 7 વર્ષ પહેલા અકસ્માતમાં વિકલાંગ થઇ ગઇ હતી અને ત્યારબાદ તેના પિતાનું મૃત્યું થયું હતું લગ્ન બાદ શરૂઆતમાં તો શિલ્પાના પતિ સુંદરલાલ ચંડાલિયા અને પરિવારજનોએ શિલ્પાની કાળજી હતી પરંતુ છેલ્લા 3 વર્ષથી તેને રાખવાનું બંધ કરી દીધુ હતું જેથી તે ઉદેપુરમાં તેના મામાને ત્યાં રહેવા માટે જતી રહી હતી જ્યાં શિલ્પાના જેઠે શિલ્પાના મામાને 3 પાનાનું લખાણ મોકલ્યું હતું જેને નોટરી કરાવીને સાસરે પાછી મોકલવા ફરજ પાડી હતી આ લખાણમાં તેના પતિને બીજા લગ્નની પરવાનગી માંગી હતી જેથી પરણિતાના મામા શિલ્પાને લઇને ઉદયપુરથી સમાધાન માટે વડોદરા પહોંચ્યા હતા પરંતુ શિલ્પાના સાસરીયાઓએ શિલ્પાના મામાને ઘરમાં પ્રવેશ આપ્યો ન હતો જેથી સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો

Videos similaires