આફ્રીકન દેશ સૂદાનમાં ખોરાક અને દવાઓની અછતની અસર માણસો સાથે જાનવરો પર પણ જોવા મળી રહી છે રાજધાની ખાર્તૂમમાં આવેલી અલ-કુરૈશી ચિડીયાઘરમાં આની એવી અસર થઈ છે કે જેનાથી પાંચ નર અને માદા સિંહ કુપોષણનો શિકાર બન્યા છે હવે તો સ્થિતિ એવી છે કે પ્રાણીઓના હાડકા પણ દેખાવા લાગ્યા છે સોશયલ મીડિયા પર તાજેતરમાં જ આવા સિંહનો ફોટો વાઈરલ થયો હતો ત્યારબાદ કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોએ સિંહની આ દયનીય પરિસ્થિતિ માટે અવાજ ઉઠાવ્યો છે
સૂદાનમાં હાલ સૂડાન એનિમલ રેસ્ક્યૂ હેશટેગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ફેસબુક પર એક્ટિવિસ્ટ ઉસ્માન સાલિહે લખ્યું કે, ‘જ્યારે મેં આ સિંહને પાર્કમાં જોયા, તો તેમના હાડકા દેખાતા હતા હું લોકો અને પ્રાણીઓ માટેની સંસ્થાને મદદની અપીલ કરું છું’તેમની આ પોસ્ટ પછી લોકોની માંગ છે કે સિંહને કોઈ એવી જગ્યાએ મોકલવામાં આવે, જ્યાં પાલન-પોષણ યોગ્ય રીતે થઈ શકે