સુરતના રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે લાગેલી આગ સવારે પણ બેકાબૂ

2020-01-21 9,857

સુરતઃ શહેરના પુણા-કુંભારીયા રોડ પર આવેલા રઘુવીર સિલિયમ માર્કેટમાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ બન્યો છે રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેણે વિકરાળ રૂપ ધારણ કર્યું છે આગ એટલી વિકરાળ છેકે મોડી રાતે લાગેલી આગ પર સવારે સાત વાગ્યા સુધી પણ કાબૂ મેળવાયો નથી 14 માળના રઘુવીર માર્કેટના તમામ માળ આગની ઝપેટમાં આવી ગયા છે આગ પર કાબૂ મેળવવા માટે શહેરના ફાયર વિભાગની તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે ઉપરાંત બારડોલી, સચિન, નવસારી સહિત આસપાસનાફાયર સ્ટેશનની ગાડીઓ પણ મદદે આવી છે સદનસીબે હાલ જાનહાનિના કોઇ અહેવાલ નથીમળતા અહેવાલ અનુસાર ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે 50થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે નીચેના માળમાં આગ પર કાબૂ મેળવી લીધો હોવાના પ્રાથમિક અહેવાલ છે જોકે ઉપરના માળમાં હજુ પણ આગ કાબૂમાં આવી નથી 3 હાઈડ્રોલિક ક્રેનથી પણ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

Videos similaires