કેરળના અલાપુઝા શહેરમાં લોકોએ સામાજિક એકતાનું શાનદાર ઉદાહરણ પૂરું પાડ્યું છે અહીંની ચેરુવલી મુસ્લિમ જમાત મસ્જિદમાં હિન્દુ યુગલના લગ્ન થયા વરરાજા શરત અને કન્યા આશાના પક્ષના કુલ એક હજાર આમંત્રિતો માટે શાકાહારી ભોજનની પણ વ્યવસ્થા કરાઇ હતી મસ્જિદ કમિટીના નુજુમુદ્દીને જણાવ્યું કે, કન્યાને સોનાના 10 સિક્કા અને બે લાખ રૂની ભેટ અપાઇ છે આશા ગરીબ પરિવારની હોવાથી તેના લગ્નપ્રસંગ માટે તેની માતાએ મસ્જિદ કમિટીની મદદ માગી હતી