યુવકે ઠંડીમાં નદી વચ્ચે રાત વિતાવી, કલાક સુધી બૂમો પાડી, ફોન પલળતા લાચાર થઈ ગયો

2020-01-20 2,250

અનિરૂદ્ધસિંહ મકવાણા, અમદાવાદ:સાબરમતી ડી-કેબિન વિસ્તારમાં મામાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળેલો અર્જુન આદિ દ્રવિડ નામનો યુવક મોડી રાતે સાબરમતી કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી ટ્રેનની વ્હિસલ સાંભળી ડરી નદીમાં પડ્યો હતો તેણે એક કલાક સુધી મદદ માટે બુમો પાડી હતી, પરંતુ કોઈ મદદે ન આવ્યું નહોતું છેવટે તેણે પલળેલી હાલત અને કડકડતી ઠંડી અને પવનના સુસવાટા વચ્ચે નદીની વચ્ચે આવેલા પિલ્લર પર આખી રાત વિતાવી પડી હતી તેનો ફોન પણ પલળી ગયો હોવાથી બંધ થઈ ગયો હતો જેથી કોઈની મદદ પણ માંગી શક્યો ન હતો વહેલી સવારે રિવરફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડે નદીમાં વચ્ચે યુવકને જોતા ફાયરબ્રિગેડને જાણ કરી હતી ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ બોટે તાત્કાલિક નદીમાં વચ્ચે પહોંચી યુવકને બચાવ્યો હતો

Videos similaires