મદમસ્ત હાથીએ હૉટેલની લોબીમાં લટાર મારી, 20 લાખ લોકોએ વીડિયો જોયો

2020-01-20 212

સોશિયલ મીડિયામાં એક યૂઝર્સે અપલોડ કરેલો વીડિયો જોતજોતામાં જ વાઈરલ થવા લાગ્યો હતોવીડિયોમાં મદમસ્ત હાથીને હૉટેલની અંદરની લોબીમાં બિંદાસ્ત રીતે લટાર મારતો જોઈને અનેક યૂઝર્સને નવાઈ લાગી હતી શ્રીલંકામાં આવેલી એક હોટલની અંદરનો આ નજારો છે જેમાં હાથી રાજા જાણે કે તેમના વીઆઈપી કસ્ટમર હોય તે રીતે લોબીમાં આંટા મારતો જોવા મળ્યો હતો સોશિયલ મીડિયામાં અંદાજે 20 લાખ કરતાં પણ વધુ યૂઝર્સે આ વીડિયો જોયો હતો એક યૂઝર્સે આ હાથી વિશે માહિતી આપતાં કહ્યું હતું કે તેનું નામ નટ્ટા કોટા છે આ હાથીએ શ્રીલંકાની જેટવિંગ યાલા હૉટેલમાં આ રીતે લટાર મારી હતી તેમના જણાવ્યા મુજબ આ એક સામાન્ય ઘટના છે પાસે જ સફારી પાર્ક હોવાથી અવારનવાર ત્યાં હાથીઓ લટાર મારવા આવી જાય છે તો કોઈ વાર નુકસાન પણ પહોંચાડેછે

Videos similaires