PM નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ક્રિકેટ મેચનું ઉદાહરણ આપ્યું

2020-01-20 1,567

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા, 2020 કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે વાતચીત દરમિયાન ક્રિકેટ મેચનું ઉદાહરણ આપતા કહ્યું કે, "2001માં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ હતી ભારતીય ટીમ કપરી સ્થિતિમાં હતી લોકો ગુસ્સામાં હતા જોકે તમને યાદ હશે કે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે આખો દિવસ બેટિંગ કરી હતી અને મેચનું રૂપ બદલી નાખ્યું હતું તેમણે ટીમને શાનદાર રીતે જીત અપાવી હતી આપણા વિચાર મક્કમ હોય તો કોઈપણ પરિણામ બદલી શકીએ છીએ"



PM મોદીએ એમ પણ કહ્યું કે, 2002ની મેચમાં કુંબલેને જડબાંમાં બોલ વાગ્યો હતો બધા વિચારી રહ્યા હતા કે તે બોલિંગ કરી શકશે કે નહીં જો તે મેદાન પર પાછા ન આવત તો કોઈ તેની સામે પ્રશ્ન કરત નહીં પરંતુ તેણે નક્કી કર્યું કે તે રમશે અને પટ્ટી લગાવીને બોલિંગ કરવા આવ્યા હતા તે સમયે બ્રાયન લારાની વિકેટ લેવી મોટી વાત હતી કુંબલેએ તેને આઉટ કર્યો હતો એક વ્યક્તિ હિમ્મતથી પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરે છે તે જોવા મળ્યું હતું એક વ્યક્તિનો સંકલ્પ ઘણાને પ્રેરણા આપે છે

Videos similaires