PM મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું,આપણે ટેકનોલોજીને આપણી મિત્ર માનવી જોઈએ

2020-01-20 381

ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા, 2020 કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે વાતચીત શરૂ કરી છે મોદીએ કહ્યું કે વર્ષ 2020 ફક્ત નવુ વર્ષ જ નથી પરંતુ નવા દાયકાની શરૂઆત છે

વિદ્યાર્થીઓએ હિંમતથી પરીક્ષા આપવી જોઈએ, ડરથી કોઈ બાબત ન કરીએ તેનાથી ખરાબ કોઈ બાબત ન હોઈ શકે આપણી માનસિક સ્થિતિ મજબૂત હોવી જોઈએ આપણામાં રહેલા વિદ્યાર્થીપણાને જીવનપર્યંત જીવીત રાખવું જોઈએ માતાપિતા, શિક્ષકોએ બાળકની ક્ષમતા કેટલી છે તેનો ખ્યાલ રાખવો જોઈએ અને પોતાના સ્વપ્નને બાળકો પર થોપવા જોઈએ નહીં બાળકો મોટા થઈ જાય તો પણ માતાપિતાએ તેમના સંતાનોને પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ, દબાણ ન આપવું જોઈએ તેમની શક્તિને ઉજાગર કરવા પર ભાર આપવો જોઈએ અરુણાચલપ્રદેશ, તામિલનાડુ, અમદાવાદથી વિદ્યાર્થીઓએ નાગરિક અધિકારો,કર્તવ્ય અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાંથી આ પ્રશ્ન તેનો મને ખૂબ જ આનંદ થયો, અરુણાચલપ્રદેશમાં જ્યારે કોઈ એકબીજાને મળે છે ત્યારે તે જયહિન્દ કહી એકબીજાનું અભિનંદન કરે છે, વડાપ્રધાને દેશના પૂર્વોત્તરના રાજ્યોમાં રજાઓ ગાળવા જવા આગ્રહ કર્યો હતો આપણો દેશ વૈવિધ્યતાથી ભરેલો છે, આપણો દેશ વિવિધ ભાષાઓથી ભરેલો છે અધિકાર અને કર્તવ્ય અંગે વડાપ્રધાને કહ્યું હતું કે આપણા કર્તવ્યમાં જ અધિકાર રહેલા છે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે મૂભળૂત અધિકાર નથી હોતા, મૂળભૂત તો કર્તવ્ય હોય છે

Videos similaires