સુરતમાં ચાલુ બસે મુસાફરો બારીમાંથી અંદર ઘૂસ્યાં, વીડિયો વાઈરલ

2020-01-20 2,145

સુરતઃ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ચાલુ એસટી બસમાં મુસાફરો જીવના જોખમે બારીમાંથી અંદર પ્રેવશ કરતા હોવાનું નજરે આવી રહ્યું છે હાલ તો આ વીડિયો સુરતના રાંદેર વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દિવાળી વેકેશન અને લગ્નનની સિઝનમાં એસટી બસમાં મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે ત્યારે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે એસટી બસમાં મુસાફરો ચાલુ બસે જીવના જોખમે બારીમાંથી અંદર પ્રેવશ કરતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે આ વીડિયોમાં નજરે પડતી એસટી બસ દાહોદ-ગોધરા તરફની અને વીડિયો રાંદરે વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે રાંદેરમાં રામનગર ખાતેથી એસટી બસ ઉપડે છે જેમાં લોકોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે

Videos similaires